શુભમન ગિલની થશે છુટ્ટી, કેન વિલિયમસન નહીં પરંતુ હવે આ ઘાતક ખેલાડી બનશે ગુજરાતનો નવો કેપ્ટન…

આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 17 એપ્રિલના રોજ ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ હતી. જેમાં દિલ્હીની ટીમે ગુજરાતને 67 બોલ બાકી રહેતા છ વિકેટે માત આપી હતી. જે બાદ ગુજરાતની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમ પર પહોંચી ગઈ છે અને ટીમની નેટ રનરેટ પર પણ મોટી અસર જોવા મળી છે.

ગુજરાત ટાઇટન્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં રમાયેલી સાતમાંથી ફક્ત ત્રણ મેચોમાં જીત મળી છે અને ચાર મેચોમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતને પ્લે ઓફમાં કવોલીફાઈ કરવા માટે સાતમાંથી ચાર મેચો જીતવી પડશે. જેના કારણે હવે આગામી મેચમાં ગુજરાતની ટીમમાં મોટા બદલાવો જોવા મળી શકે છે.

આઈપીએલ 2024 પહેલા ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ગુજરાતનો સાથ છોડ્યો હતો. જે બાદ શુભમન ગિલને નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ તે અત્યાર સુધી સફળ સાબિત થઈ શક્યો નથી. આવી સ્થિતિમાં હવે આઈપીએલની વચ્ચે કેપ્ટનની બદલી થઈ શકે છે અને આ ઘાતક ખેલાડીને ગુજરાતનો નવા કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

તમને જણાવી દઈએ કે શુભમન ગિલના સ્થાને રાશિદ ખાનને ગુજરાતનો નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. રાશિદ ખાન આ પહેલા પણ ગુજરાતની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. આઈપીએલ 2022 અને 23માં તે ગુજરાતની વાઇસ કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં કેપ્ટનની ભૂમિકા પણ નિભાવી હતી. આવી સ્થિતિમાં હવે જો શુભમન ગીલ નિષ્ફળ સાબિત થશે તો રાશિદ ખાનને નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

રાશિદ ખાનની વાત કરીએ તો તેણે રાજસ્થાન સામેની મેચમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ગુજરાતને જીત અપાવી હતી અને દિલ્હી સામેની મેચમાં પણ 31 રન બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતની ટીમ 89 રન સુધી પહોંચી શકી હતી. રાશિદ ખાન ટી20 ક્રિકેટનો એક જબરદસ્ત ખેલાડી છે. જેના કારણે જો શુભમન ગિલ હવે ફ્લોપ સાબિત થશે તો રાશિદ ખાનને નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે.