મોટો ઝટકો, T20 વર્લ્ડ કપ પહેલા BCCIએ હાર્દિક પંડ્યાને આપી આ મોટી સજા…

મુંબઈ ઈન્ડિયન્સએ ગુરુવારે રમાયેલી IPL મેચમાં પંજાબ કિંગ્સને 9 રનથી હરાવ્યું. આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને આવી ગઈ છે. IPL 2024માં અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સે 7માંથી 3 મેચ જીતી છે, જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ત્રણ મેચ જીત્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના હાલ 6 પોઈન્ટ છે.

પંજાબ કિંગ્સ સામે જીતના જશ્ન વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા માટે અચાનક એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યાને તેની એક ભૂલને કારણે 12 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. વાસ્તવમાં, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આઈપીએલ 2024 સિઝનમાં હાર્દિક પંડ્યાનો આ પહેલો ગુનો હતો. BCCIએ હાર્દિક પંડ્યાને સ્લો ઓવર રેટ માટે દોષિત જાહેર કર્યા બાદ આ મોટી સજા આપી છે. મુંબઈ ઈન્ડિયન્સ તેની 20 ઓવર નિર્ધારિત સમયમાં પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યાને આ મોટી સજા આપવામાં આવી છે.

મુંબઈને મળેલી આ સજા એકલા હાર્દિક પંડ્યાને જ ભોગવવી પડશે. આઈપીએલએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ 2024ની સિઝનમાં આઈપીએલની આચાર સંહિતા હેઠળ આ તેની ટીમનો પહેલો ગુનો હોવાથી હાર્દિક પંડ્યાને તેના માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે સ્લો ઓવર રેટના કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 19મી અને 20મી ઓવરમાં 30-યાર્ડના સર્કલમાં એક વધારાનો ફિલ્ડર રાખવો પડ્યો હતો. જો હાર્દિક પંડ્યા ફરી એકવાર સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરશે તો તેના પર 24 લાખ રૂપિયાનો દંડ થશે અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના પ્લેઈંગ ઈલેવનના બાકીના ખેલાડીઓ, જેમાં ઈમ્પેક્ટ પ્લેયરનો પણ સમાવેશ થાય છે, તેને 6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.