આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે 19 એપ્રિલના રોજ ચેન્નાઈ સુપરકિંગ્સ અને લખનઉ વચ્ચે મેચ રમાઈ હતી. લખનઉએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. જેમાં રવિન્દ્ર જાડેજાએ 57 અને મહેન્દ્રસિંહ ધોનીએ અંતે નવ બોલમાં 28 રન ફટકાર્યા હતા.
સમગ્ર મેચની વાત કરીએ તો ચેન્નઇ સુપરકિંગ્સે લખનઉને જીત માટે 177 રનનો ટાર્ગેટ આવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા સમયે લખનઉની ટીમ 19 ઓવરમાં આ લક્ષ્યને હાસિલ કરવામાં સફળ રહી હતી. લખનઉ તરફથી કેએલ રાહુલે 82 રન બનાવ્યા હતા. આ સિવાય ક્વીન્ટન ડીકોકે 54, નિકોલસ પુરને 23 અને માર્કસ સ્ટોઈનીસે 8 રન બનાવ્યા હતા.
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડનું પ્રદર્શન સાવ સાધારણ જોવા મળ્યું હતું. તે આ સિઝનમાં બેટિંગ દ્વારા કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. એવું લાગી રહ્યું છે કે કેપ્ટનશીપનો ભાર તેના પર આવ્યો છે. જેના કારણે તેની બેટીંગ પર અસર જોવા મળી રહી છે.
આવી સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોની હવે તેના સ્થાને રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપરકિંગ્સનો નવો કેપ્ટન બનાવી શકે છે. કારણ કે રુતુરાજ ગાયકવાડ આ સિઝનમાં સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે. કેપ્ટનશીપમાં પણ તે કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નથી અને બેટિંગમાં પણ નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વર્ક લોર્ડને મેનેજમેન્ટ કરવા મહેન્દ્રસિંહ ધોની આ મોટો નિર્ણય લઇ શકે છે.
ચેન્નાઈ સુપરકિંગ્સની વાત કરીએ તો અત્યાર સુધીમાં રમાયેલી સાતમાંથી ચેન્નાઈએ ચાર મેચોમાં જીત મેળવી છે અને ત્રણ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને હવે ચેન્નાઈને પ્લે ઓફમાં ક્વોલિફાઇ કરવા માટે બાકી રહેલી સાતમાંથી ચાર મેચો જીતવી પડશે. આવી સ્થિતિમાં મહેન્દ્રસિંહ ધોની કોઈપણ પ્રકારનું રિક્સ લેવા માંગશે નહીં.
Leave a Reply