આઈપીએલ 2024માં ગઈકાલે એટલે કે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતે પંજાબને પાંચ બોલ બાકી રહેતા ત્રણ વિકેટ માત આપી હતી. આ સાથે જ ગુજરાતે આ સીઝનની ચોથી જીત મેળવી લીધી છે અને હાલ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમ પર પહોંચી છે. હવે ગુજરાતને પ્લેઓફમાં કવોલિફાઈ કરવા માટે બાકી રહેલી 6માંથી ચાર મેચો જીતવી પડશે.
સમગ્ર મેચની વાત કરવામાં આવે તો ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી પંજાબની ટીમે 20 ઓવરમાં માત્ર 142 રન બનાવ્યા હતા અને ગુજરાતને જીત માટે 143 રનનો ટાર્ગેટ આવ્યો હતો. પંજાબ તરફથી પ્રભસિમરન સિંહે 21 બોલમાં 35 રન બનાવ્યા હતા.
રનનો પીછો કરતા સમયે ગુજરાતની ટીમ શાનદાર શરૂઆત કરવામાં સફળ રહી હતી. પરંતુ ત્યારબાદ સમયાંતરે વિકેટો ગુમાવતા રહેતા અંતે ગુજરાતે આ મેચને માત્ર ત્રણ વિકેટે જીતી હતી. જેમાં અંતે રાહુલ તેવટીયાએ જબરદસ્ત ઇનિંગ રમીને ગુજરાતને જીત અપાવી હતી. પરંતુ મેચ બાદ શુભમન ગિલે તેને નહીં પરંતુ આ ખેલાડીને જીતનો અસલી હીરો ગણાવ્યો છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત તરફથી બોલિંગ કરતા સમયે આર સાઇ કિશોરે ચાર ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેના આ ખાસ પ્રદર્શનના કારણે ગુજરાતની ટીમે 20 ઓવરમાં પંજાબ કિંગ્સને ઓલ આઉટ કરવામાં સફળ રહી હતી અને માત્ર 142 રન બનાવવા દીધા હતા. જેના કારણે ગુજરાતની ટીમ આ નાના સ્કોરને હાસિલ કરવામાં સફળ રહી હતી.
મેચ બાદ શુભમન ગિલે આર સાઇ કિશોરના ખૂબ જ વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તેની શાનદાર બોલિંગના કારણે અમે જીતી શક્યા છીએ. જોકે રાહુલ તેવટીયાએ પણ અંતે 18 બોલમાં 36 રન બનાવ્યા હતા. જેમાં તેણે સાત ફોર ફટકારી હતી. તેમ છતાં શુભમન ગિલ દ્વારા આર સાઇ કિશોરને જીતનો અસલી હીરો ગણાવવામાં આવ્યો છે.
Leave a Reply